મારું બાળપણ.
મારું બાળપણ બાળપણ એટલે માતા પિતા અને પરિવારના અન્ય સભ્યના પ્રેમરૂપી જળથી ભરેલો દરિયો જેમાં ક્યારેય પ્રેમરૂપી જળ સુકાતું નથી. નાના હતા ત્યારે દુઃખ એટલે શું એવો વિચાર આવતો હતો. તે વખતે તો જાણે દુઃખ વિશે કંઈક ખબર જ નોહતી. જ્યારે હું નાની હતી ત્યારે મારી અનેક પ્રકારની જીદ પુરી કરવામાં આવતી હતી. જ્યારે પણ મમ્મી પપ્પા બજારમાં જાય ત્યારે શું ખાવું છે? બેટા તને શું જોઈએ છે? બેટા અમે બેથી ત્રણ વખત પૂછતાં. ત્યારે ખાવાની વાત કે આ જોઇએ છે એમ નહોતી કહેતી બલ્કે...