મારું બાળપણ.
મારું બાળપણ
બાળપણ એટલે માતા પિતા અને પરિવારના અન્ય સભ્યના પ્રેમરૂપી જળથી ભરેલો દરિયો જેમાં ક્યારેય પ્રેમરૂપી જળ સુકાતું નથી. નાના હતા ત્યારે દુઃખ એટલે શું એવો વિચાર આવતો હતો. તે વખતે તો જાણે દુઃખ વિશે કંઈક ખબર જ નોહતી. જ્યારે હું નાની હતી ત્યારે મારી અનેક પ્રકારની જીદ પુરી કરવામાં આવતી હતી. જ્યારે પણ મમ્મી પપ્પા બજારમાં જાય ત્યારે શું ખાવું છે? બેટા તને શું જોઈએ છે? બેટા અમે બેથી ત્રણ વખત પૂછતાં. ત્યારે ખાવાની વાત કે આ જોઇએ છે એમ નહોતી કહેતી બલ્કે મારે પણ તમારી જોડે બજારમાં ફરવા આવવું છે એમ કહેતી ત્યારે મારી મમ્મી કહેતી કે ના બેટા અમે જઈ આવીશું પણ હું કોઈની વાત માનતી જ નોહતી. માર પરિવારમાં હું જ બદા કરતાં નાની હતી એટલે મને મારા મોટી બહેનો અને ભાઈ ખુબ જ પ્રેમ કરતાં હતાં. હું નાની હતી ત્યારે મારા પપ્પા મને રોજ બજારમાં ફરવા માટે લઈ જતાં ત્યારે મને બજારમાં ફરવાની ખુબ જ મજા આવતી હતી. અમારી શાળામાં રજા હોય અને મમ્મી -પપ્પા ખેતર ગયા હોય ત્યારે મારી મોટી બહેન તેમના માટે મને ભાતુ બનાવી આપતી. હું પણ મારા મિત્રોને લઈને ખેતર ભાતુ આપવા માટે જતી જતી. ખેતર જવાના રસ્તામાં નાની -નાની ટેકરીઓ પણ આવતી તો ક્યારેક બીક લાગી જાય એવો ઘોર જંગલ પણ આવી જતો તો પણ અમે ટોળું વળીને ખેતર સુધી પહોંચી જતાં. મમ્મી -પપ્પાને ભાતુ આપીને અમે સૌ નદીએ દોડી જતાં. ગમે તે ઋતુ હોય અને ગોવાળીયા તો જતાં જ હતાં. અમે ટેકરીઓ ઉપર ચડીને ખુબ જ જોરથી ગીતો ગાતા. ક્યારેક અમે સૌ નાચતા અને ગીતો ગાતાં અથવા અમારી સાથે જે મોટા હોય તેમને અમે ગીતો ગાઈ સંભળાવતા. માર જીવનમાં એવા ઘણા બધા પ્રસંગો છે જે મારા બાળપણના મિત્રો સાથે સંકળાયેલા છે. મને આજ સુધી યાદ છે મને મારુ બાળપણ યાદ આવે છે. ચોમાસા દરમિયાન અમે નદીએ નાવા જતા ના આવતી વખતે અમે 'આવ રે વરસાદ ઘેબરિયો વરસાદ 'એવું વરસાદને આમંત્રણ આપતું ગીત ગાતા હતા. મને આજ સુધી મારું બાળપણ યાદ છે કે હું નાની હતી ત્યારે કેવી હતી. મારા મનમાં એવો વિચાર આવે કે કાશ હું ફરીથી મારા બાળપણ ને ફરીથી જીવી શકું. હવે તો બસ મને મારો બાળપણ યાદ આવે છે.
Comments
Post a Comment